અમરેલી : ખાંભાની ખાનગી બેંકમાં જંતુનાશક દવા ગટગટાવી યુવતીનો આપઘાત, સુસાઇડ નોટમાં રૂ. 28 લાખની લોનનો ઉલ્લેખ..!

અમરેલીના ખાંભામાં ખાનગી બેંકમાં અનાજમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી એક યુવતીએ આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં 28 લાખ રૂપિયાની લોનનો ઉલ્લેખ કર્યો

New Update
  • ખાંભાની ખાનગી બેંકમાં યુવતીના આપઘાતથી ચકચાર

  • જંતુનાશક દવા ગટગટાવી યુવતીએ કરી લીધો આપઘાત

  • સુસાઇડ નોટમાં રૂ. 28 લાખની લોનનો પણ ઉલ્લેખ કર્યો

  • ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો યુવતી ભોગ બની : પોલીસ

  • ખાનગી બેંકમાં મહિલાનું મોત નીપજતા પોલીસ તપાસ 

અમરેલી જિલ્લાના ખાંભામાં ખાનગી બેંકમાં અનાજમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી એક યુવતીએ આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં 28 લાખ રૂપિયાની લોનનો ઉલ્લેખ કર્યો છેત્યારે ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી ખાનગી બેંકમાં મહિલાનું મોત નીપજતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની રહેવાસી 25 વર્ષીય ભુમિકાબેન હરેશભાઈ સોરઠિયા ખાંભાની ખાનગી IIFL બેંકમાં કામ કરતી હતી. તેણીએ બેંકની અંદર જ અનાજમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તેણીને ખાંભા હોસ્પિટલમાં લાવવામાં આવી હતીઅને ત્યાંથી તેણીને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતીજ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થયું હતું.

આ પછીરાજુલા સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુંજ્યારે આત્મહત્યાના પ્રયાસ અંગે ખાંભા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાંથી સુસાઇડ નોટ મળતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં અચાનક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યોઅને તપાસ શરૂ કરવામાં આવી હતીત્યારે યુવતીની સુસાઈડમાં મોબાઈલ ગેમિંગમાં ઓનલાઇન ફ્રોડ થયું હોયઅને મહિલાએ મોતનો રસ્તો અપનાવી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

જોકેઆ મામલે પોલીસ દ્વારા તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં receptionist@isbella00543 નામના ટેલિગ્રામ આઈડી ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કેતે વ્યક્તિ ટેલિગ્રામ ચેટ દ્વારા યુવતી પાસેથી મોટી રકમ ઉઘરાવી રહ્યો હતોઅને વારંવાર પૈસાની માંગણી કરતો હતોજ્યારે મૃતકે પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો. સતત માનસિક ત્રાસ અને તણાવથી કંટાળીને ભૂમિકાએ આત્મહત્યા જેવું કડક પગલું ભર્યું છેત્યારે આરોપી સામે કડક કાર્યવાહી થાય તે માટે મૃતકના પરિવારની માંગણી છે.

Latest Stories