સોમનાથ મંદિર પાસેના દબાણો પર સરકારની ડિમોલિશન કાર્યવાહી, કામગીરીમાં અડચણ કરતા લોકોની અટકાયત કરતી પોલીસ

ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

New Update
a

ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર દ્વારા ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં કરવામાં આવી છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે.

વહીવટી તંત્રની સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે.જોકે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતોપરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

Latest Stories