-
દુદખા ગામના યુવાન સાથે છેતરપિંડી
-
સુનિલ સથવારાને મળી GST વિભાગની નોટિસ
-
1.96 કરોડનો ટેક્સ ભરવાની મળી નોટિસ
-
બેંગલુરુ GST વિભાગની નોટિસ મળતા છેતરપિંડી સામે આવી
-
બનાવટી દસ્તાવેજો બનાવી આચરી છેતરપિંડી
-
11થી વધુ પેઢીના નામે કરોડોનું ટર્ન ઓવર બહાર આવ્યું
પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
આ મામલાની ગંભીરતાને જોતા સુનિલ સથવારા પરિવાજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા અને ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ GST ટેક્સ નોટિસમાં 11 જેટલી કંપનીઓની વિગતો હતી, આ યુવકના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી તેના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.