ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે
ગાંધીજીના વિચારોથી વિદ્યાર્થીઓમાં આવ્યો બદલાવ
સારા અક્ષર માટે વિદ્યાર્થીઓ થયા પ્રોત્સાહિત
શાળાએ બાળકોને સુંદર અક્ષર માટે ધ્યેયમંત્ર આપ્યો
સર્જનશીલતાના ગુણથી લેખનમાં ભૂલો ઘટી
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
મહેસાણાના વિઠોડાની આ શાળાએ બાળકો સુંદર અક્ષર કાઢે તેને ઘ્યેયમંત્ર તરીકે અપનાવ્યો છે. 2010થી ચાલી રહેલા આ પ્રયાસને કારણે બાળકોના અક્ષર જ સુધર્યા નથી, પણ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે. સુંદર લખાણને કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત,ધીરજ અને સર્જનશીલતાના ગુણો પણ વિકસ્યાં છે. લેખનમાં ભૂલો ઘટી છે. આ પ્રકલ્પથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી રહ્યાં છે,સાથે સાથે તેમનો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો છે.