Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત

X

ગુજરાત બીજેપી અને આપ પાર્ટી વચ્ચે શિક્ષણ અને આરોગ્યના મુદ્દે આરોપ પ્રત્યારોપ ચાલી રહયા છે ત્યારે ગુજરાત બીજેપીના 17 સભ્યોના પ્રતિનિધિ મંડળે દિલ્હીની કેટલીક સ્કૂલો અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી અને દાવો કર્યો છે કે અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આપ પાર્ટી માત્ર વિકાસની વાતો કરે છે

છેલ્લા કેટલાક સમયથી આપ પાર્ટી દ્વારા ગુજરાત સરકાર અને બીજેપી આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યમાં શિક્ષણ નું સ્તર સારું નથી અને આરોગ્ય ના મામલે પણ ગુજરાત પાછળ છે આપ દ્વારા ત્યાં સુધી આરોપ લગાવાયો હતો કે ગુજરાત બીજેપી સરકાર શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ખોટું બોલે છે. થોડા દિવસો પહેલા દિલ્હીના ડે સીએમ મનીષ સિસોદિયા પણ ભાવનગરની સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારે હવે ભાજપના નેતા અમિત ઠાકરની આગેવાનીમાં 17 સભ્યોએ દિલ્હીમાં પ્રાથમિક સ્કૂલ અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લઇ વિડિઓ વાયરલ કર્યા છે.ભાજપના પ્રતિનિધિ મંડળનું કેહવું છે કે આપ દ્વારા દિલ્હીના વિકાસના જે પણ દાવા થઇ રહયા છે તે ખોટા છે અહીં સ્કૂલોમાં બેસવા માટે બેન્ચ નથી તો શેડના પતરા પણ તૂટી ગયા છે.પંખા પણ તૂટેલી હાલતમાં છે એટલું જ નહિ પણ સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક આસપાસ ગંદકીની ભરમાર છે.આ વિડિઓ ગુજરાત બીજેપી દ્વારા શોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે

Next Story