/connect-gujarat/media/post_banners/4d582aa6811f4e2591dd01582aacdb1e3f7b2db3ae3e17324622a2550c67ffd7.webp)
ગુજરાતમાં હજુ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સૌ કોઈ માટે ચોકાવનારા હતા. ભાજપે 156 ની સાથે ઐતિહાસિક જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ છેલ્લા સુધી વિપક્ષનું ભાગ ભજવતી આવતી પાર્ટી એવી કોંગ્રેસ ને માત્ર 17 સીટ મળી હતી. કોંગ્રેસના આ કારમી હાર ના કારણો ઘણા બધા સામે આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ વિધાનસભા ની ચૂંટણીમાં ખરેખર શું થયું હતું અને આવું પરિણામ કેમ આવ્યું તે માટે થઈને કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે અને તાત્કાલિક અસરથી જે પણ પગલાં લેવામાં આવશે તેની તમામ યોગ્ય કાર્યવાહી માટે થઈને કુલ ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવી છે જેમાં નીતિન રાઉત , ડોક્ટર શકીલ અહમદ ખાન, સપ્તગીરી શંકર ઉલ્કા, આ ત્રણ કોંગ્રેસના અધ્યક્ષ અને સભ્યોની કમિટી બનાવવામાં આવી છે કોંગ્રેસના હાઈ કમાન્ડ અને સિનિયર નેતા દ્વારા જે આ કમિટીની રચના કરવામાં આવી છે તેમને બે અઠવાડિયા નો સમય આપવામાં આવ્યો છે.જેમાં આ કમિટીએ વિધાનસભાની ચૂંટણીનું જે પણ પરિણામ આવ્યું છે તેનું મૂલ્યાંકન પણ કરશે ,ક્યાં કચાશ રહી ગઈ છે તેમજ કોંગ્રેસ લગભગ ઘણા બધા વર્ષો પછી આવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે તે તમામ તપાસ અને વિગતો બે અઠવાડિયાની અંદર કોંગ્રેસ હાઈ કમાન્ડ અધ્યક્ષને આપવાનો રહેશે.