ગીર સોમનાથ :ગુજરાત કોંગ્રેસનો"સોમનાથથી શંખનાદ", યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી

સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી.

ગીર સોમનાથ :ગુજરાત કોંગ્રેસનો"સોમનાથથી શંખનાદ", યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી
New Update

ગીર સોમનાથના વેરાવળ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા દિલ્હી થી એ.આઈ.સી.સી સેક્રેટરી રામકિશન ઓઝાની ઉપસ્થિતમાં સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત ના રાજકીય પક્ષો સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા છે.ભાજપ કરેલા કાર્યોથી લોકોને માહિતગાર કરવા તો કોંગ્રેસ ભાજપના જુઠના બહાર લાવી લોકોને આકર્ષવા માટે અવનવા પ્રચાર કરી તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ત્યારે ગીર સોમનાથના વેરાવળ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસનો " સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. કાર્ય શિબિરમાં દિલ્હીથી એ.આઈ.સી.સી સેક્રેટરી રામકિશન ઓઝા તેમજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એ ઉપસ્થિત રહી કોંગી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ.આઈ.સી.સી સેક્રેટરી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવી રહેલી ભાજપ સરકાર લોકોને ભ્રમિત કરવા દુષ્પ્રચાર કરી રહી છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ રાજ મંડપવાલાએ હુંકાર કરતાં જણાવ્યું હતું કે 2022ના ચૂંટણી જંગમાં " સોમનાથ થી શંખનાદ" સાથે યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ફોજ રણ મેદાને ઉતરી ચુકી છે. સોમનાથ ખાતે યુથ કોંગ્રેસની કાર્ય શિબિરમાં પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા સહિતના યુવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોને ભાજપના જુઠનો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર કરવા આહવાન કર્યું હતું.

#Connect Gujarat #social media #Girsomnath #Gujarat Congress #Youth Congress #politics news #ગીર સોમનાથ #election2022 #GirSomnath Youth Congress #ગુજરાત કોંગ્રેસ
Here are a few more articles:
Read the Next Article