ગુજરાત જાયન્ટ્સે WPL 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું, 14 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ

WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.

New Update
0

WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે. આ લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર તેમના ઘરઆંગણે ડેબ્યુ માટે તૈયારી છે.

Advertisment

ગુરુવારે, ટીમે અમદાવાદમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં હેડ કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ અને શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના CBO સંજય આદેસરા હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત જાયન્ટ્સે WPL 2025 માટે તેમની જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.હેડ કોચ માઈકલ ક્લિંગ રે આ સિઝનમાં તેમની ટીમ માટે મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષે ટાઇટલ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ટીમની તૈયારીઓ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, "બધા ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે. વિદેશી ખેલાડીઓ આગામી એક કે બે દિવસમાં આવવાનું શરૂ કરશે અને પછી બધા સાથે મળીને કામ શરૂ કરી શકીશું."

Advertisment
Latest Stories