New Update
/connect-gujarat/media/media_files/2025/10/15/rtion-2025-10-15-18-48-22.png)
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.
આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં.
Latest Stories