Connect Gujarat
ગુજરાત

ગુજરાત : ધારાસભ્યોને "મંત્રીપદ"નું પ્રમોશન, મત વિસ્તારના ગામોમાં દિવાળી જેવો માહોલ

X

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલની નવી ટીમની રચના થઇ ચુકી છે. જુના ચહેરાના સ્થાને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા બનેલા મંત્રીઓના મત વિસ્તારમાં કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે.

શનિવારના રોજથી ગુજરાતના રાજકારણમાં ભુચાળ આવી ગયો છે. વિજય રૂપાણીએ એકાએક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધાં બાદ 24 કલાકના સસ્પેન્સ બાદ ઘાટલોડીયાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન એવા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યાં છે.

ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ મેળવવા માટે ધારાસભ્યો દોડધામ કરી રહયાં છે. રૂપાણી સરકારમાં મંત્રી રહી ચુકેલાં કેટલાંય સિનિયર મંત્રીઓના પત્તા કપાય તેવી સંભાવના હોવાથી બળવાના સુર જોવા મળી રહયાં છે. પાટીદાર સમાજને મહત્વ આપી અન્ય સમાજનું મહત્વ ઘટાડવામાં આવી રહયું હોવાનો સુર ઉઠયો છે. ગુજરાતમાં ભાજપની વણસતી સ્થતિને કાબુમાં લેવા હવે દીલ્હીથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળ્યો છે.

બળવાના સુર ડામી દેવાયાં બાદ નવા મંત્રીઓની શપથવિધિ યોજાઇ હતી. સવારથી જ કેટલાક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવાના ફોન આવવા લાગ્યાં હતાં. જે ધારાસભ્યો મંત્રી બન્યાં છે તેમના ઘરે સમર્થકો અને ટેકેદારો પહોંચી ગયાં હતાં. તેમણે ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી દીધી હતી. સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ વિધાનસભા ના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર ને ફોન આવતા સ્થાનિકો અને સમર્થકો દ્રારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Next Story
Share it