/connect-gujarat/media/media_files/2025/09/03/asaram-rape-case-2025-09-03-17-03-19.jpg)
આસારામને ગુજરાત હાઇકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. તેમના હંગામી જામીન વધારવા માટે કરવામાં આવેલી અરજીનો હાઇકોર્ટે અસ્વીકાર કર્યો છે. થોડા દિવસ પહેલાં આસારામે પોતાની તબિયત ખરાબ હોવાના આધારે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને વધારાના જામીનની માંગ કરી હતી. હાઇકોર્ટે આ અરજીનો અસ્વીકાર કર્યો છે.
કોર્ટે હાલ પૂરતી અરજી પર કોઈ નિર્ણય લીધો નથી અને કેસની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર ના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ કેસ પર સૌની નજર રહેશે કારણ કે તે કાયદાકીય પ્રક્રિયા અને ન્યાયિક કાર્યવાહીનો એક અગત્યનો ભાગ છે.
સુરતની એક યુવતીએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આસારામ દ્વારા 1997 થી 2006 દરમિયાન અમદાવાદ અને મોટેરા આશ્રમમાં શારીરિક શોષણનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં સમગ્ર કેસ ચાલ્યો હતો.