હવામાન વિભાગની ચિંતા જનક આગાહી
રાજ્યભરમાં વરસી શકે છે વરસાદ
નવ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગરબા આયોજકો અને ખૈલૈયાઓમાં ચિંતા
મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવરાત્રીની મોસામની સાથે વરસાદની મોસમ પણ જામી છે. હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો એલર્ટ જાહેર કરાયું છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યું હતું. વિવિધ જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. નવરાત્રીનો તહેવાર જ્યારે તેના મધ્યાંતરે પહોંચ્યો છે ત્યારે વરસાદનું જોર વધતા ગરબા આયોજકો અને ખૈલૈયાઓમાં ચિંતા છવાઈ ગઈ છે.