Connect Gujarat
ગુજરાત

ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર સરકારની મોહર

ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર સરકારની મોહર
X

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર સરકારે મોહર મારી છે. વર્ષ 1996 બેચના આઈએએસ પંકજ કુમાર તા. 31 ઓગસ્ટના રોજ પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે. વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમ નિવૃત્ત થઇ રહયા છે, ત્યારે અનિલ મુકીમને રાજ્ય સરકારે એક્સટેન્શન ન આપતા પંકજકુમાર માટે માર્ગ મોકળો થયો છે.

રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનેક નામો ચર્ચામાં હતા. પરંતુ પણ પંકજકુમાર પ્રબળ દાવેદાર હતા. વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમને 2 વાર રાજ્ય સરકાર દ્વારા એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અનિલ મૂકીએ 2019માં કાર્યભાર સાંભળ્યો હતો. વર્ષ 2020માં ઓગષ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા. પરંતુ મુકીમ સરકારના નજીક હોવાથી તેમને 2 વાર એક્સટેન્શન મળ્યું હતું અને તેઓ રાજ્યમાં બ્યુરોકરેસીના બોસ માનવામાં આવતા હતા.

આ વખતે રાજ્ય સરકાર તેઓનો કાર્યભાર આગળ વધારવા ન માંગતા હોવાથી પંકજકુમાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ હતા. તેમના અનુભવ અને કામગીરીના આધાર પર તેઓ આ રેસમાં સૌથી આગળ રહ્યા છે, ત્યારે 6 મેં 1962ના રોજ જન્મેલા પંકજકુમાર વર્ષ 1986માં આઈએએસ તરીકે જોડાયા હતા. તેઓ કાનપુરથી મેનેજમેન્ટ થયેલ છેલ્લા કેટલાક સમયથી તેમની કામગીરીથી રાજ્ય સરકાર અને ખુદ સીએમ પણ પ્રભાવિત થયા હતા.

Next Story