Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

X

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.

વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોચી છે. કામકાજ અર્થે નિકળેલા લોકોને પણ ભારે વરસાદમાં ઓફિસ કે કામ ધંધે જવાની ફરજ પડી હતી.

એક ધારો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઉધના દરવાજા, લીંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

Next Story