ગુજરાતમાં આસોમાં છવાયો અષાઢી માહોલ
223 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
ભારે વરસાદને પગલે ખેતીમાં નુકસાનનો અંદાજ
નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા
4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આસો નવરાત્રીમાં અષાઢી માહોલ છવાયો છે,જાણવા મળ્યા મુજબ 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે,જ્યારે ધોધમાર વરસાદને પરિણામે ખેતીના ઉભા પાકમાં પણ નુકશાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે. આ વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંકાર જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથના તલાલામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 8 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના 8 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડામાં 4.88 ઈંચ, ઉમરગામમાં 4.65 ઈંચ, ગીર-સોમનાથના પાટણ-વેરાવળમાં 4.61 ઈંચ અને જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 47 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.ભારે પવન અને વરસાદને કારણે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને, ખાસ કરીને શેરડીના પાકને, મોટું નુકસાન થયું છે.
હવામાન વિભાગે આગામી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.નવરાત્રિના તહેવાર દરમિયાન ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે.