Connect Gujarat
ગુજરાત

ધુમ્મસની ચાદરમાં લપેટાયું ગુજરાત, તાપમાનનો પારો પણ નીચે આવ્યો...

સમગ્ર ગુજરાત રાજ્યમાં શુક્રવારની વહેલી સવાર ધુમ્મસભરી જોવા મળી હતી.

X

સમગ્ર ગુજરાત રાજ્યમાં શુક્રવારની વહેલી સવાર ધુમ્મસભરી જોવા મળી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાય હતી. જેથી ઝીરો વિઝિબીલીટીના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શુક્રવારની વહેલી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ધુમ્મસની ચાદર પથરાય જતાં લોકોએ ઠંડીના માહોલ વચ્ચે હિલસ્ટેશન જેવો અનુભવ કર્યો હતો. હતી. સુરત, અંકલેશ્વર, અમદાવાદ, અરવલ્લી અને સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જાણે માર્ગો પણ અદ્રશ્ય થઈ ગયા હતા. ધુમ્મસના પગલે માર્ગ પર ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો સાથે જ ધુમ્મસના કારણે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જોકે, અમુક કલાકો બાદ સૂર્યદેવના આગમનથી ધુમ્મસના પ્રમાણમાં ઘટાડો થવાની પણ શરૂઆત થઈ હતી.

Next Story