બનાસકાંઠા : ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ દેવ દિવાળી-કાર્તિકી પૂનમ નિમિત્તે અંબાજીમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

New Update

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમનો પવિત્ર અવસર

અંબાજી ખાતે માઁ અંબાના ધામમાં ઉમટ્યું ઘોડાપૂર

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે પહોચ્યા અંબાજી

કિંજલ દવેએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

વિસ્તાર-મંદિરનો વિશ્વસનીય વિકાસ થયો : કિંજલ દવે

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

દિવાળીના તહેવારોમાં અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છેત્યારે દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજી ધામમાં જોવા મળ્યું હતું. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા હતાત્યારે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ પણ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કિંજલ દવેએ જણાવ્યુ હતું કેદેવ દિવાળી અને કાર્તિક પૂનમના અવસરે ચાચર ચોકમાં સૌ દર્શન કરી રહ્યા છેત્યારે મને પણ લાભ મળ્યો છે કેહું માઁ અંબાના દર્શન કરવા અહીં આવી છું. આ તકે માતાજીને પ્રાર્થના કરું છું કેમાઁ અંબા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે. સાથે જ આ વિસ્તાર અને મંદિરનો વિશ્વસનીય વિકાસ થયો હોવાનું પણ કિંજલ દવેએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.