ગુજરાતની વોટર-પોલો ટીમ પ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

New Update
ગુજરાતની વોટર-પોલો ટીમ પ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં રાજ્યભરના વોટર-પોલો ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે, ત્યારે આગામી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધારશે.

આગમી ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પુલ ૫૨ ચાલી રહેલા કેમ્પમાં 21 ખેલાડીને ભારતીય વોટરપોલો ટીમના પૂર્વ ખેલાડી કોચ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે. જોકે, નડિયાદમાં વોટર પોલોનો આ કેમ્પ આગામી તા. 27મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં તાલીમ લઇ રહેલા ખેલાડીઓમાંથી જ પસંદગી કરીને વોટર પોલો માટે ગુજરાતની એક મજબૂત ટીમ તૈયાર કરવામાં આવશે.

25x50 મીટરનું આ સ્વિમિંગ પૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટેની ક્ષમતા ધરાવે છે, ત્યારે ગુજરાતના ખેલાડીઓ ઘરઆંગણે મેડલ મેળવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાતની ટીમ પ્રથમવાર વોટર-પોલો રમતમાં ભાગ લેવા જઈ રહી છે. જેના માટે વિવિધ જિલ્લાઓમાંથી અહી 21 જેટલા ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે.

Latest Stories