Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે સી.એમ.ભુપેન્દ્ર પટેલને પત્ર લખી "રાજધર્મ" નિભાવવાની માંગ કરી,વાંચો આખો પત્ર

હાર્દિક પટેલે સી.એમ.ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજધર્મ નિભાવવાની માંગ કરી,વાંચો આખો પત્ર
X

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલએ ગુજરાતના નવનિયુક્ત સી.એમ. ભુપેન્દ્ર પટેલને પત્ર લખી પાટીદાર આંદોલન દરમ્યાન સમાજના યુવાનો પર લગાવવામાં આવેલા કેસો પરત ખેંચવાની અપીલ કરી હતી.સાથે સાથે કરણી સેના પરના કેસ પરત ખેચાયા છે, તો તમે પણ કેસ પરત ખેંચી "રાજધર્મ" નિભાવશો તેની આશા વ્યક્ત કરી છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતો પત્ર લખી ગુજરાતની પ્રજાની વેદના સાંભળી કામ કરશો તેવી આશા સાથે પાટીદાર આંદોલન સમયના જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવા માટે પત્ર લખ્યો હતો. તેમાં તેઓએ જણાવ્યુ હતુ કે પાટીદારોએ પોતાના હકની લડાઇ લડી હતી. તેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા.સરકાર જ્યાં પહોચી શકી નહોતી ત્યા શિક્ષણમાં તમામ સમાજને દાન આપીને સંસ્થા ઉભી કરી છે. ગામડામા જમીન ઓછી થવાથી બેરોજગારી વધી છે એટલે જ અનામત મેળવવા 2015માં પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતું આ આંદોલન થકી જ તમામ સવર્ણોને ફાયદો થયો છે.આ આંદોલન ખોટુ હોત તો આ ફાયદો ન થયો હોત.સરકારે આ આંદોલન પછી રાહત આપી છે.પરંતુ પાટીદારો પર લગાવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી.જેમા 400 ખોટા કેસ કરવામાં આવ્યા છે. અગાઉ પણ પદ્નાવતી ફિલ્મ પર થયેલા વિરોધમાં કરણીસેના પરના મોટાભાગના કેસ પરત ખેંચવામાં આવ્યા છે.તો તમે પણ પાટીદાર આંદોલન પર લગાવેલા ખોટા કેસ પરત ખેંચી "રાજધર્મ" નીભાવવાની માંગ કરવામાં આવી છે

Next Story