Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : અમદાવાદથી રાજકોટ વચ્ચે હાઇસ્પીડ ટ્રેનનો DPR તૈયાર કરાયો

મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી વચ્ચે યોજાઇ બેઠક, અશ્વિનિ વૈષ્ણવ બન્યાં છે દેશના નવા રેલમંત્રી.

X

અમદાવાદથી રાજકોટ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેન તથા રેલ્વે વિભાગના અન્ય પ્રોજેકટ સંદર્ભમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલમંત્રી અશ્વિનિ વૈષ્ણવ વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચા કરાઇ હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી હતી અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંપુર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રીના નિવાસે મળેલી બેઠકમાં રેલ્વેના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહયાં હતાં. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં સેમી હાઇસ્પીડ રેલ્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇ સ્પીડ રેલ્વેથી બે કલાકથી ઓછા સમયમાં પુર્ણ કરી શકાશે. આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકાર રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે. આ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ થતાં સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને પરત ફરી શકશે. ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે. મુખ્યમંત્રીએ ફાટક મુક્ત ગુજરાત અંગે રેલ્વેમંત્રીને જાણકારી આપી હતી.

Next Story
Share it