વડોદરા-હાલોલ રોડ આવેલ જરોદ ગામ નજીક કન્ટેનરના ચાલકે અકસ્માત સર્જતા 2 યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
નવા વર્ષની શરૂઆતમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ નજીક દર્શન હોટલ પાસે બાઈક પર સવાર 2 યુવાનોને માતેલા સાંઢની જેમ દોડતી આવતી કન્ટેનરે અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ કન્ટેનર ચાલક બાઈકને દુર સુઘી રોડ પર ઢસડીને લઈ ગયો હતો. રોડ પર ઢસડાતા બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો બીજી તરફ, કન્ટેનર ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.