Connect Gujarat
ગુજરાત

હિંમતનગર: જમીનમાં દાટેલી બાળકીનું સારવાર દરમિયાન મોત, ચેપ વધી જતા હૃદય થયું બંધ

થોડા દિવસ પહેલા હિંમતનગરમાં નવજાત બાળકીએ તેનાજ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિમ્મતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે

X

થોડા દિવસ પહેલા હિંમતનગરમાં નવજાત બાળકીએ તેનાજ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિમ્મતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે.

થોડા દિવસ પહેલા હિંમતનગરમાં નવજાત બાળકીને તેનાજ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિંમતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે. જમીનમાં દાટેલી મળી આવ્યા બાદ હિંમતનગર સિવિલના NSU વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેનું વજન એક કિલો હતું અને સાતમા મહિનાની હતી. તો તેના શરીરમાં અવયવોનો વિકાસ નહિ થવાથી ચેપનું પ્રમાણ વધુ હતું. જેથી તેની તબિયત બગડી હતી. ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO એન.એમ.શાહે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી.નવજાત બાળકીના માતા અને પિતાને નંદાસણ નજીકથી ઝડપી લીધા બાદ ગાંભોઈના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ કરાવ્યું હતું. ત્યારબાદ તબીબની સલાહ મુજબ આરોપી માતાને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત નવજાત બાળકીના અંદરના અવયવો પર સોજો પણ હતો. જો કે ઇન્ફેક્શન વધતા બાળકીને ઓક્સિજન સાથે વેન્ટીલેટર પર રખાઈ હતી.જેનું આજે કારણે મોત નીપજ્યું હતું.

Next Story