ખંભાતના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપાય, કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

New Update
  • આણંદ-ખંભાતના નેજા ગામમાં ગુજરાત ATSની કાર્યવાહી

  • ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીને ઝડપી લેવાય

  • ઘેનની ગોળી બનાવવામાં વપરાતો કેમિકલનો જથ્થો જપ્ત

  • ધોળકાના ગોડાઉનમાંથી પણ ગેરકાયદે ટ્રામાડોલ જપ્ત કર્યું

  • ગેરકાયદે કેમિકલના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરાય

Advertisment

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીને ઝડપી લેવામાં ગુજરાત ATSને મોટી સફળતા સાંપડી છે. જેમાં કરોડો રૂપિયાના ગેરકાયદે કેમિકલના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતીજ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

જેમાં રૂ. 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો તેમજ અન્ય 2518 કિલો કેમિકલ સાથે રણજિત ડાભીવિજય મકવાણાહેમંત પટેલલાલજી મકવાણા અને જયદીપ મકવાણા સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કેરણજિત ડાભીનું ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન આવેલું છેજ્યાં તેણે ગેરકાયદે 500 કિલો ટ્રામાડોલનો જથ્થો છુપાવી રાખ્યો હતોત્યારે બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતોજ્યાંથી પણ 500 કિલો ટ્રામાડોલનો જથ્થો તેમજ 49,800 પેકિંગ બોક્સ અને બોક્સ પેક કરવાના ફોઇલ રોલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories