બોટાદમાં 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી

કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ

New Update
Botad Rape Case

બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસમથક વિસ્તારમાં માનવતાને શર્મચાર કરે તેવી હર્દયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 70 વર્ષના એક વૃદ્ધે ગામની 14 વર્ષની માસૂમ કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલાસો થયો છે. કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.

મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના એક ગામમાં રહેનાર અરજણ ખોડા ચાવડા નામના 70 વર્ષીય વૃદ્ધે કિશોરીને ધમકી આપીને ઘણી વાર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી ગભરાટને કારણે કોઈને કહી શકી નહોતી. પરંતુ હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ આખી હકીકત બહાર આવી હતી.

Latest Stories