Connect Gujarat
ગુજરાત

ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘાએ રમઝટ બોલાવી, હજી પાંચ દિવસ વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં વરસાદે પધરામણી કરી દીઢી છે ત્યારે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે.

X

સમગ્ર ગુજરાતમાં વરસાદે પધરામણી કરી દીઢી છે ત્યારે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે.

આજરોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી તે વચ્ચે રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જો કે તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Next Story