દક્ષિણ-મધ્ય ગુજરાતમાં “પાણી જ પાણી” : અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું...

એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

New Update

એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છેત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિવિધ વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી.

રાજ્ય હવામાન વિભાગની આગાહી આનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છેત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિવિધ વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. તેવામાં વલસાડ જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો હતો. શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છીપવાડ રેલવે ગરનાળુ પાણીથી ભરાય જતાં સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જેથી અનેક વાહનચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા. તો બીજી તરફપાણીમાંથી પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો ખોટકાયા હતા. ભારે વરસાદની આગાહી અને સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

તો બીજી તરફઉપરવાસમાં ભારે વરસાદને લઈ સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝ-વેની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી છોડાતા કોઝ-વેની સપાટીમાં વધારો થયો છે. કોઝ-વેની સપાટી 8.25થી વધી 9 મીટરે પહોંચી છેત્યારે લોકોની સલામતી અને સુરક્ષા માટે છેલ્લા ઘણા સમયથી કોઝ-વે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

આગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે વિવિધ ગામોમાં પાણી ભરાય જતાં લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતીજ્યારે અનેક માર્ગ પાણીથી પ્રભાવિત થતાં વાહન વ્યવહારને પણ અસર પહોચી છેજ્યારે અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરમાં અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છેજેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફભરૂચ શહેરમાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ તરફસુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદના પગલે 91 જેટલા મુખ્ય રસ્તાઓ અને હાઇ-વે ધોવાયા હતા. સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદથી રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. મુખ્ય હાઇ-વેકોઝ-વે સહિત બ્રિજ તેમજ ગ્રામીણ વિસ્તારને જોડતા ઓવરબ્રિજ ધોવાયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 74 જેટલા ધોવાયેલા રસ્તાઓનું કામ ચલાવ રીપેરીંગ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં રસ્તા પર પડેલા ખાડામાં મેટલ પેચ વર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest Stories