/connect-gujarat/media/media_files/2025/07/30/jay-veeru-2025-07-30-12-24-58.jpeg)
ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડી ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,જ્યારે જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
યુવાન સિંહો સાથે વિસ્તારના કબજાને લઈને ઇન ફાઇટ દરમિયાન જય અને વીરુની લડાઈ થઈ હતી. જેમાં આ બંને સિંહ મિત્રો ઘાયલ થયા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુએ એક મહિના પહેલા સારવાર બાદ અંતે જીવ ત્યાગી દેતા સમગ્ર ગીર પંથકની સાથે વન વિભાગમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.જ્યારે સારવાર હેઠળ રહેલા જયે પણ આખરે અંતિમ શ્વાસ લીધા હતા.
ભેરુની ભાઈબંધી આ નામથી ગીર જંગલમાં ઓળખાતી જય અને વીરુની જોડી એક દશકાના ગીર જંગલમાં તેમના દ્વારા ઉભા કરવામાં આવેલા આધિપત્યનો વીરુ બાદ જયનું અવસાન થતા અંત આવ્યો હતો. જય અને વીરુની નરસિંહની આ બેલડી વન વિભાગના કર્મચારી અધિકારી અને ગીરના માલધારીઓની સાથે સિંહ પ્રેમીઓમાં પણ ભારે પ્રસિદ્ધ હતી. આવી બેલડી જય વીરુએ જીવ ત્યજી દેતા શોકની લાગણી ઉભી થઈ છે.
યુવાન નરસિંહ સાથે થયેલી ઇન ફાઇટમાં જય અને વીરુએ મક્કમતા પૂર્વ સામનો કર્યો હતો, પરંતુ જીવનના અંતિમ સમય તરફ આગળ વધી રહેલા આ બંને ભાઈબંધોની જોડીએ યુવાન સિંહો સામે ટક્કર તો જીલી પરંતુ તેમાં જય અને વીરુને ખૂબ ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેમાં વીરુની ઈજા સૌથી વધારે ઘાતક સાબિત થઈ હતી અને એક મહિના પહેલા તેનું સારવાર બાદ મોત નીપજ્યું હતું.જ્યારે સારવાર હેઠળ રહેલા જયનો પણ જીવ બચાવવામાં વન વિભાગના તબીબોને નિષ્ફળતા મળી હતી.