કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું આયોજન
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની વિશેષ બેઠક યોજાય
વિસાવદરAAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહ્યા ઉપસ્થિત
બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નોની રજૂઆત કરી
પડતર સમસ્યાઓ મુદ્દે સુવિધા આપવા ઉગ્ર રજૂઆત કરાય
જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો સામે સુવિધા આપવા રજૂઆત કરી હતી.
જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે, ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા હતા.
જેમાં ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ગામડાઓમાં સ્મશાનની દુઃખ દાયક સ્થિતિ તેમજ વીજ સમસ્યા, યુવાનો માટે લાયબ્રેરી, ભેંસાણ-સુરત અને વિસાવદર-સુરતની બસ શરૂ કરવા, છોડવડી ગામે પ્રોપર્ટી કાર્ડની સમસ્યા, માલધારીઓને ઢોર ચરાવવા વાડા-જગ્યા માટે અરજી, જર્જરિત કોઝ-વે, વર્ષોથી ચાલતી પુલની કામગીરી સહિતના મુદ્દે રજૂઆત સાથે તાત્કાલિક તમામ સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી.