New Update
રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો થયો છે અને 200થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 196 નવા કેસ નોંધાયા છે. જ્યારે 275 દર્દી સાજા થયા છે. જ્યારે ભાવનગર શહેર તથા વલસાડ અને રાજકોટ જિલ્લામાં 1-1 દર્દી મળી કુલ 3નાં મોત થયાં છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99 ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર 266ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 11 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 57 હજાર 582 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1673 એક્ટિવ કેસ છે, 12 દર્દી વેન્ટિલેટર પર છે અને 1661 દર્દીઓની હાલત સ્થિર છે.