Connect Gujarat
ગુજરાત

ભારતીય યુવાનો ચેતજો ! સોશ્યિલ મીડિયા પર આ મદદ તમને બનાવી શકે છે દેશદ્રોહી

દેશની કાપડ નગરી સુરતથી એક ચોંકાવનારો કીસો સામે આવ્યો છે, જેમાં અજાણી મહિલાને મદદ કરવાના ચક્કરમાં ભારતીય યુવાન દેશદ્રોહી બની ગયો અને આજે એના પર મોહોર લાગી ગઈ છે ISISI ની...

X

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. સુરતમાં રહેતા દીપક નામના ઇસમની સુરત પોલીસે ધરપકડ કરી છે તે ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાની વ્યક્તિને આપતો હતો અને તેની પાસેથી આ માહિતી આપવા બદલ પૈસા મેળવતો હતો.વાત ચોંકાવનારી અને દિલ ધડક એટલે છે કે દિપક સાલુંકે પોતાના સોશ્યિલમીડિયા હેન્ડલ પરથી પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટના સંપર્કમાં આવ્યો હતો અને પૂનમે કોરોના બાદની મંદિમાં અટવાયેલા દિપકને આર્થિક મદદ કરવાની બાંહેધરી આપી હતી. દિપકને ત્યારે ખબર ના હતી કે તે પાકિસ્તાનના ISIના એજેન્ટ હમિદ સાથે સોશ્યિલમીડિયાના માધ્યમથી સંપર્ક કરી રહ્યો છે.

પૂનમે દિપકને પૂર્ણ રીતે વિશ્વાસમાં લીધા બાદ એની સાથે વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમનો સંપર્ક કરાવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાળુંકેને જણાવ્યું હતું.તંગીના માહોલમાં જીવતા દિપક પર ક્યારે દેશદ્રોહનો સિક્કો લાગી ગયો એ તેને પણ ખ્યાલ ના રહ્યું. થોડા દિવસ બાદ પૈસાની લાલચ આપી હમીદે દીપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દીપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હતા. ધીમે ધીમે રૂપિયાની લેવડ-દેવડ વધતી ગઈ અને દિપકની લાલચ પણ... એક દિવસ હામિદે દિપકને ભારતીય સૈન્યની માહિતી આપવાનો ઉલ્લેખ કર્યો હતો જો કે હવે સુરતમાં રહેતા અને કપડાની નાની દુકાન ચલાવતા યુવક પાસે સેનાની માહિતી ક્યાંથી આવે? પણ રૂપિયાની લાલચમાં દીપકે અલગ અલગ સોશિયલ મીડિયા જેમકે ગુગલ અને યુટયુબ પરથી ફોટો ડાઉનલોડ કરીને તે પાકિસ્તાનના ઈસમ હમીદને આપતો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દીપકે જણાવ્યું હતુ કે આ ફોટો અને વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલવાના બદલામાં 75,856 રૂપિયા મળ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ વ્યક્તિ સામે ભારતીય આર્મીને લગતી અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરવા બાબતે ગુનો દાખલ કર્યો છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઈસમની ધરપકડ કરવામાં આવી છે તે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્કમાં રહે છે અને કાપડની દુકાન ચલાવતો હતો.

દિપક નામનો આ વ્યક્તિ જેને આપ આપની સ્ક્રિન ઉપર જોઈ રહ્યા છો તે ભલે જોવામાં મામૂલી લાગતો હોય પરંતુ તેની વિરૃદ્ધ અત્યંત ગંભીર પ્રકારના ગુના દાખલ થયા છે અને આજે ભારતની સુરક્ષા અજેન્સીઓ એની તપાસમાં લાગી છે. દિપક સુરતમાં સાંઈ ફેશન નામની એક દુકાન ધરાવતો હતો પરંતુ કોરોનામાં તેની આ દુકાન બંધ થતા તેને મની ટ્રાન્સફરનું કામ શરૂ કર્યું હતું અને તે સમયે એક વ્યક્તિએ પાકીસ્તાનથી સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનની ચલણી નોટ બદલાવવા માટે જણાવ્યું હતું. દીપકને જે પૈસા મળતા હતા તે ક્રિપ્ટો કરંસીના માધ્યમથી મળતા હતા. ત્યારબાદ તે આ પૈસાને કન્વર્ટ કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. દીપક 6 થી 7 મહિનાથી હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી વિગતે પૂછપરછ કરવામાં આવશે.

Next Story