જામનગર નાયબ બાગાયત નિયામક વિભાગ દ્વારા મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને ખાદ્ય સામગ્રી બનાવવા માટે તાલીમ આપવામાં આવી હતી.
જામનગર જિલ્લા સેવા સદન-4ના નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા મહિલાઓ માટે ફળ અને શાકભાજીના પરિરક્ષણ અર્થે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા અંદાજે 50 જેટલી મહિલાઓને તાલીમાર્થી વૃતિકા યોજના અંતર્ગત મહિલાઓને ચોકલેટ, સફરજનનું જ્યુસ, લસણનું અથાણું, મોસંબીનો સરબત સહિત કોકોનટના લાડવા જેવી અનેક વાનગીઓ બનાવવા પરિરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ વાનગીઓ બનાવી તેને ગૃહઉદ્યોગ તરીકે વિકસાવવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.