/connect-gujarat/media/post_banners/dc1d23fe5694bce72bc94ddba4ace8f2e9a1c648da19ba994083cb99bd411ab0.jpg)
જામનગરમાં અતુલ વિરાણી દ્વારા ફ્રી કરિયર કાઉન્સલિંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી
જામનગરમાં આલીશાન ઇન્ટિરિયર પ્રોડક્ટસના અતુલભાઈ વિરાણી દ્વારા ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 10,11 અને 12 ધોરણ બાદ શું કરવું, કયો કોર્ષ કરવો તે અંગેની સંપૂર્ણ માહિતી સભર ફ્રી કરિયર કાઉન્સિલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પ્રસિધ્ધ આઇટી એક્ષપર્ટ અને ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટના એલ્યુમની અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરના ટ્રેનર ધિરાજભાઈ પૂજારા દ્વારા જામનગરના વિદ્યાર્થીઓને એન્જીનિયરીંગ તથા બીજા અભ્યાસક્રમની બ્રાન્ચ સિલેકશન કેવી રીતે કરવી તેમજ ધોરણ 10, 11 અને 12 બાદ કયો ટેકનૉલોજીનો કોર્ષ કરવો તે અંગેની તમામ માહિતીઓ પૂરી પાડી હતી, સેમિનારમાં જામનગરના 500 થી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઇન અને 250 થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા અને સેમિનારનો લાભ લીધો હતો.