જામનગર: વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમની કરાય ઉજવણી

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.

New Update
જામનગર: વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમની કરાય ઉજવણી

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું, જેમાં પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં શહેરભરમાંથી અનેક પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

જામનગરના રણમલ તળાવ ખાતે યોજવામાં આવેલા પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ઉપસ્થિત 100થી વધુ પક્ષીપ્રેમીઓનું સ્વાગત લાખોટા નેચર કલબના પ્રમુખ જગત રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પક્ષીઓને માહિતી જામનગરના જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા અને હિરેન ખમભાયતા દ્વારા આપવામાં આવી હતી.

જામનગરનું રણમલ તળાવ એ દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોવાથી અહીં 130થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે, તાજેતરમાં આવેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાય ગયું છે જેથી પક્ષીઓ પણ વધુ સંખ્યામાં જોવા મળે છે, હાલ કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ અને ટન, કિંગ ફિશર, બ્લેક આઈબીશ વિગેરે જોવા મળે છે.

લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા આયોજિત પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પક્ષીપ્રેમીઓએ પક્ષીઓના ખોરાક તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી.

Latest Stories