જામનગર :કોંગ્રેસ રખડતા ઢોર મુદ્દે મેદાનમાં ઉતર્યું, ખોટી ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ નોંધાવ્યો

જામનગરમાં રખડતાં ઢોર અંગે કોંગ્રેસ દ્વારા ડીએમસી પર ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો

New Update
જામનગર :કોંગ્રેસ રખડતા ઢોર મુદ્દે મેદાનમાં ઉતર્યું, ખોટી ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ નોંધાવ્યો

જામનગરમાં રખડતાં ઢોર અંગે કોંગ્રેસ દ્વારા ડીએમસી પર ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં પશુઓ પર કંટ્રોલ નહીં રખાઇ તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ઢોરના મામલે બેદરકારી દાખવવામાં આવે છે તેમજ શહેરમાં ક્યાંક બાળકો અને વૃધ્ધો ઢોરના લીધે ઇજાગ્રસ્ત થાય છે અને અનેક જગ્યાએ મૃત્યુના બનાવ પણ બને છે ત્યારે આવનારા દિવસોમાં પશુઓ પર કંટ્રોલ નહીં રખાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની સ્પષ્ટ ચીમકી સાથે જામનગર કોંગ્રેસ દ્વારા ડીએમસીને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. આવેદન આપતી વખતે કોંગ્રેસ દ્વારા ડીએમસી એ.કે. વસતાણી પર ખોટી ચલણી નોટોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ તકે ડીએમસી દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

Latest Stories