Connect Gujarat
ગુજરાત

જામનગર : પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભરૂચ-ઝઘડીયાના કૃષ્ણપુરી ગામે આવતીકાલે કરાશે અંતિમ વિધિ...

જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે,

X

જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં આવેલ શ્રી શક્તિ ભજનપીઠ આશ્રમ ખાતે આવતી કાલે બ્રહ્મલીનની અંતિમ વિધિ કરવામાં આવનાર છે. લક્ષ્મણબાપુ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે.

ભજનોની દુનિયામાં લક્ષ્મણબાપુ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી તેઓ દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, અને તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. પરંતુ ભગવાને તેમને સુરીલા કંઠની અનોખી ભેટ આપી હતી. ભજનીક લક્ષ્મણબાપુ બારોટ અને તેમના પત્નીએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. તેઓએ કૃષ્ણપુરી ગામ શ્રી શક્તિ ભજનપીઠ આશ્રમ પણ બનાવ્યો હતો. જોકે, આજે વહેલી સવારે 5 કલાકે ભજનિક લક્ષ્મણબાપુ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. લક્ષ્મણબાપુ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં આવેલ શ્રી શક્તિ ભજનપીઠ આશ્રમ ખાતે આવતી કાલે સવારે 10 કલાકે બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટની તમામ ધાર્મિક વિધિ સાથે અંતિમ વિધિ કરવામાં આવનાર છે. ભગવાન લક્ષ્મણબાપુ બારોટના દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે તેમના પરિવારજનો અને ચાહકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.

Next Story