/connect-gujarat/media/post_banners/c113c68796c23b5a205ec240f49fd774908103e83386f58a51b9547f7c5efd35.jpg)
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી, કપાસ, એરંડા, જીરું, અજમાઅને ધાણાની જણસોના મણ દીઠ રેકોર્ડબ્રેક ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે મગફળી, કપાસ, એરંડા, જીરું, અજમા અને ધાણાની આવકમાં વધારો નોંધાયો છે, ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખેડૂતોને આ જણસોના મણ દીઠ સારા ભાવ મળી રહ્યા છે. જણસોના ભાવ રેકોર્ડબ્રેક મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં મગફળીના ગત વર્ષે એક મણના રૂપિયા 1485 રહ્યા હતા, અને ચાલુ વર્ષે રૂપિયા 1665 સુધીનો ભાવ મળ્યો છે, જ્યારે કપાસના 1365 રૂપિયા ભાવ હતો, જે ચાલુ વર્ષે 2201 રૂપિયા મળ્યો છે, આજ રીતે મણ દીઠ એરંડા 1400 રૂપિયા, જીરું 3900 રૂપિયા, અજમો 7000 રૂપિયા, તેમજ ધાણાના 3000 રૂપિયા મણ દીઠ ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખૂબ ખુશી વ્યાપી છે.