Connect Gujarat
ગુજરાત

જામનગર : સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપીંડી કરતી “મદારી ગેંગ” ઝડપાય..!

એલસીબી દ્વારા રાજ્યના જુદા જુદા શહેરોમાં 15 ગુન્હાઓ આચરનાર મદારી ગેંગ રોકડ અને દાગીના સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં

X

જામનગર એલસીબી દ્વારા રાજ્યના જુદા જુદા શહેરોમાં 15 ગુન્હાઓ આચરનાર મદારી ગેંગ રોકડ અને દાગીના સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવા અને ધનપ્રાપ્તિની લાલચ આપી લોકો પાસે નાણા અને સોના-ચાંદીના દાગીના પડાવી લેતી મદારી ગેંગ સાધુ જેવા કપડા ધારણ કરીને ફરતી હતી, ત્યારે આ મદારી ગેંગના 4 ઇસમોને જામનગર એલસીબી પોલીસે વાંકાનેર નજીકથી ઝડપી પાડ્યા હતા. જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ અંગેની વધુ વિગતો જાહેર કરી હતી. જામનગરના જામજોધપુરમાં ગીંગણી ગામના સરપંચ રમેશ કાલરીયાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા બાદ બીમારીઓ દુર કરવાના તેમજ ધનપ્રાપ્તિની લાલચ આપી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ. 1,28,74,500/-ની છેતરપીંડી કરનાર “મદારી ગેંગ”ને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા બાદ રાજ્યના જુદા જુદા શહેરોમાં આવા 15 ગુન્હાઓ કર્યા હોવાનું કબૂલ્યું હતું. ઝડપાયેલા ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડાનો વેશધારણ કરતા હતા. જેમાં 4 પૈકી 1 ઇસમ ગુરૂ મહારાજ બની દિગંબર અવસ્થા ધારણ કરી, ફરીયાદીના ગામે આવી રૂદ્રાક્ષની માળા આપી પરિવારમાં બિમારીઓ દુર કરી આપવાનું બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. એટલું જ નહિ, ધાર્મિક વિધિ ધૂપ તથા પુજા કરવાથી ધનપ્રાપ્તી થશે તેમજ બીમારી દૂર થશે તેમ કહી ફરીયાદીને ચમત્કાર બતાવી વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી ધુપની શીશી આપી એક પતરાની પેટીમાં કરોડો રૂપીયા ભરી આપી પેટીને ધૂપ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ છેતરપીંડી કરી વધુ પૈસા ફરીયાદી પાસે માગતા વધુ પૈસા ન થતા ફરીયાદીને માર મારી લૂંટ ચલાવતા હતા. હાલ પોલીસે ચારેય ઇસમોને પકડી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story