Connect Gujarat
ગુજરાત

જામનગર : 16 હજારથી વધુ હાર્ટસર્જરી કરનારનું હાર્ટ-એટેકથી મોત, બે કલાક સારવાર ચાલી, છતાં જીવ ન બચ્યો

જિંદગીનો કંઇ ભરોસો નથી હોતો, મોત ગમે ત્યારે આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણી ઘટનાઓ સામે આવી છે

જામનગર : 16 હજારથી વધુ હાર્ટસર્જરી કરનારનું હાર્ટ-એટેકથી મોત, બે કલાક સારવાર ચાલી, છતાં જીવ ન બચ્યો
X

જિંદગીનો કંઇ ભરોસો નથી હોતો, મોત ગમે ત્યારે આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં ક્રિકેટ રમતાં-રમતાં, લગ્નમાં ડાન્સ કરતાં-કરતાં, જીમ કરતાં-કરતાં, ઓફિસમાં બેઠાં-બેઠાં અને વોર્કિગ કરતાં-કરતાં યુવાનોથી લઇને વૃદ્ધોનાં મોત થયાં છે. ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે જામનગરથી. જ્યાં જ હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હૃદય હુમલાથી જ નિધન થતાં તબીબી જગતમાં આઘાતની આંધી ફેલાઇ છે.

આ દુ:ખદ ઘટનાની મળતી માહિતી મુજબ જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો.ગૌરવ ગાંધી ગઇકાલ રાત સુધી રાબેતા મુજબ દર્દીઓની સારવાર આપવામાં વ્યસ્ત હતા અને ત્યારબાદ રાત્રે પેલેસ રોડ ખાતે આવેલા સામ્રાજ્ય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચીને નિત્યક્રમ મુજબ ભોજન કરીને રાત્રે સૂઇ ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલિક સગાંસંબંધીઓને બોલાવવામાં આવ્યાં હતાં અને 108 મારફત જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હદયરોગના નિષ્ણાત તબીબોએ બે કલાક સુધી સઘન સારવાર આપી હતી, પરંતુ ઘરેથી જ અત્યંત બેભાન હાલતમાં રહેલા ડો.ગૌરવ ગાંધીને બચાવી શકાયા ન હતા અને સારવાર બાદ એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Next Story