Connect Gujarat
ગુજરાત

જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...

જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

X

જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા યોજાયેલ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશ ઓઝાની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહ દરમ્યાન પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશ ઓઝાની અમ્રુત વાણી સહિત સંગીતમય કથાનો મોટી સંખ્યામાં શહેરીજનો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, સાંસદ પૂનમ માડમ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરમાં ભાગવત સપ્તાહ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ભૂમિ પર રામકથા સહિત ભાગવત સપ્તાહના આયોજનો થતા રહે છે. જેના કારણે જ સૌરાષ્ટ્રમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ઓછી અને મંદિરોની સંખ્યા વધારે છે. ભાગવત સપ્તાહ એ માણસને અનીતિ તરફ જતા રોકી અને નીતિ તરફ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Next Story