New Update
/connect-gujarat/media/post_banners/d8ec72600a58157f9b58ee528031c973676497572155e0295512ca66ef8d30ce.jpg)
જામનગર શહેરમાં રખડતા પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરના હાપા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં રખડતા પશુઓ ભુરાયા થતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી. એક વ્યકિતને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયો હતો તો અન્ય લોકોનો માંડમાંડ બચાવ થયો હતો.
શહેરના હાપા વિસ્તારમાં આવેલી રેસિડેન્ટ સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક લોકો પોતાના ઘર પાસે ખુરશી રાખી બેઠા હતા ત્યારે જ શેરીમાં ત્રણ રખડતા પશુઓ દોડી આવ્યા હતા. શેરીમાં રહેલા લોકો કંઈ સમજે અને સલામત સ્થળે જાય તે પહેલા જ પશુઓએ એક વ્યકિતને અડફેટે લીધો હતો. તો અન્ય લોકો માંડ માંડ બચ્યા હતા. પશુઓના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.