Connect Gujarat
ગુજરાત

જામનગર : વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મશીનના ઘોંઘાટથી લોકોને હેરાનગતિ, મહાકાલ સેનાની રજૂઆત બાદ સાયલેન્સર ફિટ

જામનગર શહેરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના મોટા મશીનોના અવાજના કારણે સ્થાનિક લોકોને હેરાનગતી ભોગવવી પડતી હતી.

જામનગર : વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મશીનના ઘોંઘાટથી લોકોને હેરાનગતિ, મહાકાલ સેનાની રજૂઆત બાદ સાયલેન્સર ફિટ
X

જામનગર શહેરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના મોટા મશીનોના અવાજના કારણે સ્થાનિક લોકોને હેરાનગતી ભોગવવી પડતી હતી, ત્યારે મહાકાલ સેનાની રજૂઆતના કારણે કંપની દ્વારા મશીનમાં સાયલેન્સર ફિટ કરી મશીનનો તીવ્ર અવાજ બંધ કરવામાં આવ્યો હતો.

જામનગરના ગાંધીનગરમાં જામનગર મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેના મોટા મોટા મશીનોના તીવ્ર અવાજના કારણે કંપનીની આજુબાજુ રહેતા સ્થાનિકોને ભારે હેરાનગતી ભોગવવી પડતી હતી, ત્યારે જામનગર મહાકાલ સેના દ્વારા આ બાબતે કંપનીના અધિકારીઓને રજૂઆત કરાતા મોટા મશીનોમાં તીવ્ર અવાજ ન આવે તે માટે તાત્કાલિક 4 જેટલા સાયલેન્સર ફિટ કરવામાં આવ્યા હતા, જ્યારે આગામી દિવસોમાં તીવ્ર અવાજને લગતી અન્ય કામગીરી કરવાની બાંહેધરી પણ કંપનીના સત્તાધીશોએ મહાકાલ સેનાના સભ્યોને આપી હતી.

Next Story