જામનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણ પામશે,પી.એમ.મોદી કરશે ભૂમિપૂજન

વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે.

જામનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણ પામશે,પી.એમ.મોદી કરશે ભૂમિપૂજન
New Update

વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે. જેનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે જે અંગેની માહિતી આપવા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી

વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર નજીક સ્થાપનાર છે ત્યારે આ અંગે પત્રકાર પરિષદમાં કેન્દ્રિય આયુષ મંત્રી સરબાનંદ સોનેવાલ, ભારત સરકારના આયુષ સેક્રેટરી પદ્મશ્રી વૈધ રાજેશ કોટેચા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ અધિકારીઓએ પત્રકારોને માહિતી આપી હતી. 250 મિલિયન ડોલરની ભારત સરકારની સહાયથી સ્થપાનાર આ સેન્ટર માટે ગુજરાત સરકાર દ્વારા જામનગર નજીક 35 એકર જગ્યા આયુષ મંત્રાલયને વિનામુલ્યે ફાળવા માટે કેન્દ્રિય મંત્રી સરબાનંદા સોનોવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.જામનગર ખંભાળીયા હાઇવે પર ગોરધનપર ગામ નજીક સ્થપાનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં ભારત ઉપરાંત અન્ય 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન ઉપર રિસર્ચ કામગીરી હાથ ધરવામાં આવશે વર્ષ 2024માં આ સેન્ટર પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.

#Connect Gujarat #BeyondJustNews #PM Modi #Narendra Modi #build #Jamnagar #World Health Organization #Global Traditional Medicine Center
Here are a few more articles:
Read the Next Article