ઉનાના વાંસોજ ગામે આહીર સમાજ દ્વારા જન્માષ્ટમીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

ગામની શેરી તેમજ ગલીઓમાં ક્રિષ્ના ના નાદથી વાંસોજ ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ગામની વિવિધ જગ્યાએ જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી સમગ્ર વાંસોજ ગામમાં વૃંદાવન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

New Update

ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામે સમસ્ત આહીર સમાજ જન્માષ્ટમીની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંસોજ ગામમાં આવેલ રામદેવપીર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી..

ડીજેના તાલ તેમજ રથ સાથે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કિ ના નારા સાથે સમગ્ર વાંસોજ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામની શેરી તેમજ ગલીઓમાં ક્રિષ્ના ના નાદથી વાંસોજ ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ગામની વિવિધ જગ્યાએ જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી જેમાં ભૂતનાથ મંદિર ખોડિયાર મંદિર, બાપા સીતારામ મંદિર તેમજ હનુમાન મંદિરે પણ મટકી ફોડવામાં આવી હતી જેમાં અબીલ ગુલાબ તેમજ દહીં થી મટકી ફોડવામાં આવી હતી સમગ્ર વાંસોજ ગામમાં વૃંદાવન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

Latest Stories