જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે..

કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે.

New Update
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે..

જમ્મુ કશ્મીર ખાતે કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે. આજે રવિવારે સવારે તેમનો મૃતદેહ અમદાવાદ ખાતે લાવવામાં આવશે. બપોરે 12 વાગ્યા બાદ તેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી અને ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાન ગૃહ ખાતે જશે. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને નેતાઓ જોડાશે. શહીદ જવાન મહિપાલસિંહ વાળાના પરિવારજન યુવરાજસિંહ વાળા સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરી હતી. મહિપાલસિંહ આશરે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. એક મહિના પહેલા તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. મહિપાલસિંહના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલાં થયા છે. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને ડિલિવરીનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકતરફ મહિપાલસિંહના પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આફત આવી પડી છે. મહિપાલસિંહના પરિવારજનમાં તેમની પત્ની માતા મોટાભાઈ અને બે બહેનો છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.

Latest Stories