જુનાગઢ : 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ...

અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.

New Update
જુનાગઢ : 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ...

જુનાગઢમાં અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અવિરત 4 ઈંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. ધોધમાર વરસાદના કારણે નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું. જેથી આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતાં જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. આ સાથે જ ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલી વધી હતી. તો બીજી તરફમ જુનાગઢ ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવર-ફ્લો થતાં હેઠવાસમાં આવેલા ગલિયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

Latest Stories