Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કડિયાવાડમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 4 લોકોના કાટમાળ નીચે દબાતા મોત...

કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

X

જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જુનાગઢ શહેરમાં ગત શનિવારે પડેલા ભારે વરસાદથી થયેલ નુકસાનીની કળ હજુ વળી ન હતી, ત્યારે રવિવારે પણ આખો દિવસ શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યાં સોમવારે બપોરના બારેક વાગ્યાના અરસામાં જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં દાતાર રોડ પર આવેલ અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક હોવાથી 4 લોકો અંદર દટાયા હોવાની શંકા હાજર લોકોએ વ્યક્ત કરી હતી, ત્યારે બનાવના પગલે પાલિકા તંત્ર, પોલીસ વિભાગ સહિત NDRFની ટીમ તેમજ લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મલબા નીચેથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યાં દુર્ઘટનાના 7 કલાક બાદ સાંજના 7 વાગ્યા સુઘીમાં કુલ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારે ચારેય મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Next Story