જુનાગઢ : મોંઘીદાટ કારના ભાવમાં બિહાર-પટનાના અશ્વપાલકે કરી કાઠીયાવાડી અશ્વની ખરીદી...

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

New Update
  • કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી

  • અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • અંદાજે 11 વર્ષનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • રૂ. 11.51 લાખમાં બિહાર-પટનાના અશ્વપાલકે અશ્વ ખરીદ્યો

  • મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી

Advertisment

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છેત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

જુનાગઢમાં રહેતા અશ્વ પાલક રાજુ રાડાનો 11 વર્ષનો કાઠીયાવાડી બ્રીડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો છે. ખાસ કરીને પહેલાના સમયમાં કાઠીયાવાડી અશ્વ એ રાજા-રજવાડા અને નવાબ શોખ તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતાઅને ત્યારથી જ આ કાઠીયાવાડી અશ્વની માંગ રહેતી હતી. પરંતુ ધીમે ધીમે હવે કાઠીયાવાડ તેમજ ગુજરાતની અંદર કાઠીયાવાડી અશ્વ ઓછા જોવા મળે છેજ્યારે હવે અન્ય રાજ્યોમાં કાઠીયાવાડી અશ્વની માંગ વધી છે. કાઠીયાવાડી અશ્વ એ પોતાની રહેણીકરણી હાલ-ચાલથી ઓળખાતા હોય છેત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી છે. એકબે નહીં... પરંતુ રૂ. 11 લાખ 51 હજારમાં અશ્વની ખરીદી કરવામાં આવી છે. અન્ય અશ્વના ઉછેર અને કાઠીયાવાડી બ્રીડ વધે તે માટે આ અશ્વની ખરીદી કરાય હોવાનું જાણવા મળ્યું છે.

 

Advertisment
Latest Stories