જુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

New Update
જુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

જુનાગઢ પોલીસની કાર્યવાહી

સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો

પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રૂપિયા 6.91લ્લાખનો મુદામાલ જપ્ત કરાયો

માંગરોળ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

જુનાગઢના માંગરોળમાં સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો હતો જેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢના માંગરોળના ઇન્દિરાનગરમાં બાઇક શોરૂમની સામે, મમદભાઈના ડેલા પછીની શેરીમાં મકાનના પહેલા માળે સ્પેર પાર્ટ્સનો વેપારી નિશારઅહેમદ બસીરઅહેમદ શેખ પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી ડીવી કોડીયાતરના માર્ગદર્શનમાં એસઓજીના પીઆઈ એ.એમ.ગોહિલ સહિતના સ્ટાફે સોમવારની વહેલી સવારે દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહીમાં ઇસમના મકાનમાંથી રૂપિયા 6,81,800ની કિંમતનો 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી ઈલેક્ટ્રીક વજન કાંટો, મીડીયમ તેમજ નાની સાઈઝની પ્લાસ્ટિકની કોથળીની ખાલી ઝીપ બેગો, પ્લાસ્ટિકની કાળા કલરની નાની ચમચી પણ મળી આવી હતી.એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ માંગરોળ પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.