જૂનાગઢ: સાસણ ગીર ખાતે ઇકો ઝોનના વિરોધમાં ટ્રેકટર અને બાઈક રેલી યોજી કરાયુ વિરોધ પ્રદર્શન

જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

New Update
  • જૂનાગઢ સાસણ ગીર ખાતે ઇકો ઝોનનો વિરોધ 

  • ખેડૂતોએ ટ્રેક્ટર અને બાઈક રેલી યોજી કર્યો વિરોધ 

  • આપ અને કોંગ્રેસના નેતા પણ જોડાયા 

  • વન અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું

  • ઇકો ઝોનનો કાયદો રદ કરવા કરાઈ ઉગ્ર માંગ  

જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરના હેલીપેડ ખાતે ખેડૂતો સાથે આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા,પ્રવીણ રામ અને કોંગ્રેસ નેતા હીરા જોટવા ઉપસ્થિત રહીને ઇકો ઝોનના વિરોધ રેલીમાં જોડાયા હતા.હેલી પેડ ખાતેથી સાસણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ સુધી ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તબક્કે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારની ઇકો ઝોન કાયદા અંગેની નીતિને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.

બાઈક અને ટ્રેક્ટર રેલી પૂર્ણ થયા બાદ સાસણ RFO કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર સત્વરે આ કાયદાને પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી.અને આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ આવેદન આપતા સમયે વન વિભાગના કેટલાક કાયદાઓ જાહેરમાં વાંચી સંભળાવ્યા હતા.

Latest Stories