જુનાગઢ : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેશોદ ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો...

જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં “જળ સંચય અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
Advertisment
  • કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ

  • સી.આર.પાટીલના હસ્તે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો

  • લોકો પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરે : પાટીલ

  • ભાજપ પ્રમુખને લઈને પણ સી.આર.પાટીલનો આડકતરો ઇશારો

Advertisment

જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંચય અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શ્રીફળ વધેરીને જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યુ હતું કેવરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા સ્થળોએ પાણીનો બોર બનાવી વરસાદી પાણી જમીનમાં ઉતરે તો જળસ્તર વધે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને અપીલ કરી છેત્યારે આગામી સમયમાં લોકો પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરે તેવી પણ સી.આર.પાટીલે મંચ પરથી અપીલ કરી હતી. આ સાથે જ જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયાને લઈને પણ સી.આર.પાટીલે ટકોર કરી હતી. તેઓએ શહેર ભાજપ પ્રમુખ મુદ્દે આડકતરો ઇશારો કરતાં આ વખતે રિપીટ થીયરી અપનાવે તેવી શક્યતાએ લોકમુખે ચર્ચા જગાવી છે.

Latest Stories